ઠંડીએ કોઈ ખાસ જમાવટ કરી નહોતી પરંતુ ઉનાળા દરમિયાન તાપમાન ભડકે બાળે તેવું રહેશે. હવામાન વિભાગે ઉનાળા વિશે આગાહી કરતા કહ્યું છે કે, આ વખતે સામાન્ય કરતા વધારે તાપમાન જોવા મળશે. ખાસ કરીને મધ્ય ભારત અને ઉત્તર-પશ્ર્ચિમ ભારતમાં ગરમી વધારે પડશે. મે થી જૂન દરમિયાન તાપમાનમાં ખૂબ જ આકરો વધારો થશે.

જયારે રાજ્યમાં પણ ઉનાળો આકરો બનશે. જેથી અમદાવાદમાં બે દિવસ કાળઝાળ ગરમીનો અહેસાસ થશે. ત્યારે બે દિવસ બાદ ફરી હળવા વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે અમદાવાદમાં 40 થી 41 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા જણાવવામાં આવી રહી છે. જેને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. જયારે રાજ્યમાં બનાસકાંઠા, કચ્છ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર સહીત હળવા વાવાઝોડાની શક્યતા પણ જણાવવામાં આવી છે.

ઉનાળો આકરો રહેવાની ધારણાના કારણે આગામી વર્ષમાં વીજ માંગ પણ વધશે તેવી શકયતા સેવાઈ રહી છે. ગત વર્ષ કરતા આગામી વર્ષે વીજળીનો વપરાશ વધુ રહેશે. તાપમાન ઉંચુ રહેવાના કારણે પંખા, એસી, કુલર સહિતના સાધનોનો ઉપયોગ વધી જાય છે. ગુજરાત સહિતના રાજયમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ ઉનાળો ખૂબજ વધુ રહેશે.