કોરોનાકાળ બાદ ફરી એક વખત શહેરના સ્વિમિંગ પુલ ધમધમતા થયા છે. ત્રણ વર્ષ બાદ એએમસી (AMC) સંચાલિત સ્વિમિંગ પુલ હાઉસફુલ થયા છે. ઉનાળાની શરૂઆત થતાં જ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલોમાં સભ્યોની સંખ્યામાં બે ગણો વધારો થયો છે.

સ્વિમિંગ પૂલ થી AMC ને કરોડો ની આવક થઇ હોવાનું સામે આવ્યું છે. આ વખતે ઉનાળા મા પહેલી વાર સ્વિમિંગ હાઉસ ફૂલ થયા છે. સ્વિમિંગ પૂલ થી 4.25 કરોડ થી વધુ ની આવક થઈ છે. ઉનાળા દરમિયાન 36 હજાર લોકો એ આ સ્વિમિંગનો લાભ લીધો છે. ઉનાળા મા 32 હજાર નવા સ્વિમરો આવ્યા છે. વેકેશનમાં AMC સ્વિમિંગ પૂલની ડિમાન્ડ વધતા આવક વધી છે. એપ્રિલમાં જ એએમસી સંચાલિત સ્વિમિંગ પુલોમાં સભ્યોની સંખ્યા બે ગણી વધી ગઈ હતી.

શૈક્ષણીક સત્ર પૂરું થતા ઉનાળા વેકેશનમાં અહીંના બાળકો ગરમીમાં બાહ્ય રમતો ન રમતા સ્વીમીંગ તરફ વળ્યા હતા. સ્વિમિંગ પૂલોમાં ઉનાળાની શરૂઆતથી બાળકોથી શરૂ કરી વૃદ્ધો પણ સ્વિમિંગને એક તાજગીસભર વ્યાયામ ગણે છે. ત્યારે ગરમીમાં રાહત મેળવવા શહેરીજનો સ્વિમિંગ પૂલમાં નાહવા માટે જતા હતા.