ક્રિપ્ટોકરન્સી નામે કરોડોનું કૌભાંડ – દુબઈ સુધી પહોંચ્યા ઠગાઈના તાર…!

રાજકોટમાં ક્રિપટો કરન્સી નામે કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. સુરતથી ઝડપાયેલા બે આરોપીની આંકડાકીય માયાઝાળ ઉકેલવા પોલીસ કોલની મદદ લેશે. દુબઈ નાસી છૂટેલા બે આરોપીઓની માહિતી દેશભરના એરપોર્ટ ને પહોંચાડશે.
રાજકોટમાં વકીલ સાથે 38 લાખની ઠગાઈ પછી આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. આ કૌભાંડમાં બ્રિજેશ ગડીયાળી અને કિરણ પંચાંસરા ઝડપાયા છે. ધવલ લહેરી અને હિરેન ગુપ્તા દુબઈ નાસી ગયાની આશંકા રહેલી છે.
નોંધનીય છે કે, રાજકોટમાં ક્રિપ્ટો કરન્સી બહાર પાડવાની લાલચ આપી રોકાણકારોના પૈસા ઝડપી લેવાના મામલે ગેંગે ઉદયપુરની હોટેલમાં જાજરમાન લોન્ચિંગ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
જ્યારે સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડીયાલી, કિરણ વનમાળીદાસ પંચાસરા, ધવલ લહેરી અને હિતેશ ગુપ્તા સામે ઓનલાઈન રોકાણમાં ઉંચા વળતરની લાલચ આપી પોતાની ક્રિપ્ટો કરન્સી બહાર પાડવાની વાતો કરી ઓનલાઇન સ્માર્ટ કોન્ટ્રાક્ટથી રોકાણ કરાવી રોકાણકારો પાસેથી લાખો રૂપિયા પડાવી લેવાની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યારે ફરિયાદના બાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સખ્ત કાયર્વાહી કરતા સુરતના બ્રિજેશ જગદીશચંદ્ર ગડીયાલ અને કિરણ પંચાસરાની ધરપકડ કરી લેવામાં આવી હતી.