સુરતમાં ભુમાફિયા બેફામ બન્યા છે. જે જિલ્લામાં ધોળા દિવસે પણ ખનીજ ચોરી થઈ રહી છે. સુરતના સરથાણા વિસ્તારમાં રેતીખનન થઈ રહ્યું છે. જે એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે પોલીસે તાપી કિનારે રેડ કરી છે. સરથાણા નેશનલ પાર્કની પાછળ તાપી નદીમાંથી રેતી ખનન ઝડપાયું છે. ફાયરની મદદથી બોટને લાંગરાવામાં આવી છે, તેમજ રેતીખનનનો સામાન તાપી નદીમાંથી બહાર કઢાયો છે.

આ મામલે ફરિયાદ કરતા સરથાણા પોલીસે ફાયર વિભાગની મદદથી ઘટના સ્થળે રેડ કરી હતી. રેડ પડતા આરોપીઓ ભાગી છૂટ્યા હતા. ખનનન સ્થળેથી પોલીસે રેતી ખનનનો સમાન કબ્જે કરી લીધો હતો અને આ અંગે ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી.

તાપી નદીમાંથી ગેરકાયદેસર રેતી ચોરી કરી આ લોકો સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડે છે. આ બાબતે અનેકવાર ફરિયારો પણ ઉઠવા પામી છે. આ મામલે વધુ એક ફરિયાદ કરવામાં આવી છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા ખાણ ખનીજ વિભાગને જાણ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.