મતદારોને રીઝવવા વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપના મંત્રીઓ ગુજરાત ભ્રમણ કરી રહ્યા છે. નવનિયુક્ત 24 મંત્રીઓ ગુજરાત પ્રવાસ કરી રહ્યા છે. પોતાના અને અન્ય જિલ્લામાં પ્રવાસ માટે જન-આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જન આશીર્વાદ યાત્રા અગાઉ 30 સપ્ટેમ્બર થી 03 ઓકટોબર અને હવે  07 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી યોજાઈ છે.

કેન્દ્રીય મંત્રીઓની જેમ રાજ્ય સરકારના મંત્રીઓની પણ જન આશીર્વાદ યાત્રા નીકળી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મંત્રીમંડળના સભ્યો જન આશીર્વાદ લેશે. દરેક મંત્રીઓને 3 થી 4 જિલ્લાઓની જવાબદારી રહેલી છે.

ત્યારે જન આશિર્વાદ યાત્રા અંતર્ગત આજે ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરામાં છે. સવારે સાત કલાકે વડોદરા શહેર પોલીસની સાયકલ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. લહેરીપુરા દરવાજા થી એમએસ યુનિવર્સિટી સુધી સાયકલ યાત્રા યોજાઈ છે. આ સિવાય તેઓની જન આશિર્વાદ યાત્રા સવારે 9 કલાકથી શરૂ થઈ છે. શહેરની અકોટા વિધાનસભા વિસ્તાર મા જનઆશિર્વાદ યાત્રા પણ યોજાય છે. શહીદ ભગતસિહ ચોકથી શરૂ કરી ઈસ્કોન મંદિર ગોત્રી સુધી આ જન આશિર્વાદ યાત્રા યોજાઈ છે.

વડોદરામાં જન આશીર્વાદ યાત્રામાં દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, આજે સંસ્કારી નગરી વડોદરાના લોકોના આશીર્વાદ લેવા આવ્યો છું.  ભારતનું નામ દુનિયામાં રોશન કર્યું તેવા નેતા નરેન્દ્ર મોદીને શાસનના આજે 20 વર્ષ પૂર્ણ થયા છે. 20 વર્ષના તેમના શાસનમાં તેમના પર વિપક્ષ એક ડાઘ ના લગાવી શક્યું, તેનો અમને ગર્વ છે.