ભગવાન જગન્નાથ ની 145 મી રથયાત્રા ની તૈયારીઓ ચાલી રહી છે. સુરક્ષાની સમીક્ષા ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કરી રહ્યા છે. રથયાત્રા ને સમગ્ર રૂટ પર શહેર પોલીસ કમિશનર સાથે રિહર્સલ કરવામાં આવી રહ્યું છે. સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય તે માટે હર્ષ સંઘવી તાગ મેળવી રહ્યા છે. થોડી વાર માં હર્ષ સંઘવી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સરસપુર પહોંચશે.

145 મી રથયાત્રા ને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે કહ્યુ કે, આજે રિહર્સલ કરવામાં આવ્યું છે. તમામ અધિકારીઓએ તેમાં જોડાયા હતા. રૂટમાં આવતા તમામ પોઈન્ટ ચેક કરવામાં આવ્યા છે. રથયાત્રા પહેલા આજે ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યુ છે. ગ્રાન્ડ રિહર્સલ કરવાનો હેતુ એ હોય છે કે પ્લાનિંગમાં કોઈ ખામી હોય તો તેને ત્વરિત દૂર કરી શકાય.

અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પગપાળા નીકળ્યા હતા. તેમને શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસની ટીમ સાથે ફરીને સુરક્ષાની સમીક્ષા કરી હતી. ત્યારે મુસ્લિમ ભાઈઓએ હાર પહેરાવી હર્ષ સંઘવીનું સ્વાગત કર્યુ હતું. તો તેમના પર પુષ્પ ઉડાવવામાં આવ્યા હતા.