ઉતરાયણમાં સુરતમાં આકાશમાં મોદી પતંગ વિહરશે. ગુજરાત પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કાર્યકર્તાઓને મોદી પતંગ આપવામાં આવી છે. મકરસંક્રાંતિ નિમિત્તે કાર્યકર્તાઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના ફોટાઓ સાથેની વિવિધ પતંગો બનાવી છે. જેનું વિતરણનો કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવી છે. પ્રધાનમંત્રી મોદીનો સંદેશ સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને ચરિતાર્થ કરવા પતંગ આપવામાં આવી છે. આ પતંગોમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી છે.

નોંધનીય છે કે, ઉતરાયણના દિવસે પણ બજારોમાં પતંગ દોરીની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. મકરસંક્રાંતિનો તહેવાર સૌથી વધુ ગુજરાતમાં માનવવામાં આવે છે. આ વખતે કોરોના મહામારીને કારણે કોરોના ક્રેઝવાળી પતંગો બજારોમાં જોવા મળી રહી છે. જે લોકોમાં પણ કોરોનાના ક્રેઝવાળી પતંગની માંગ વધી છે. આ કોરોનાના ક્રેઝવાળી પતંગોના કારણે લોકોને કોરોના અંગે એક મેસેજ પણ પૂરો પાડવામાં આવી રહ્યો છે કે કોરોના હજુ પણ આપણી વચ્ચેથી ગયો નથી. એટલે સોશ્યિલ ડિસ્ટન્સ જાળવો, માસ્ક પહેરો સાથે અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવો ખૂબ જ જરૂરી છે.

જો કે, ઉતરાયણના તહેવારને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે ઉતરાયણમાં જાહેર સ્થળોએ ભેગા મળી પતંગ ચગાવી શકાશે નહીં. માસ્ક સિવાય મકાન, ધાબા, ફલેટ કે અગાસીમાં જઈ પતંગ ચગાવવાના હેતુથી એકઠા થઈ શકાશે નહીં. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો સોસાયટીના સેક્રેટરી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે.