વડોદરાના માંજલપુર વિસ્તારની કલ્યાણ બાગ સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો છે. જે તેના જમાઈ દ્વારા સાસુની હત્યા કરી દેવામાં આવી છે. સવિતાબેન પટેલની તેમના જ ઘરમાં હત્યા કરવામાં આવી છે. જમાઈ વિશાલ અમીન દ્વારા પોતાના જ સાસુની નિર્મમ હત્યા કરવામાં આવી છે. જો કે હત્યા કાર્ય બાદ હત્યારો જમાઈ પોલીસ સ્ટેશને હાજર થયો છે. જેને પોતે હત્યા કરી ગુનો આચાર્યો હોવાની કબૂલાત કરી લડિહાઈ છે.

જો કે આ જમાઈ સાસુની હત્યા કેમ કરી તેના પાછળનું કારણ હજુ સુધી અકબંદ છે. આ ઘટના સ્થળે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે. પોલીસ દ્વારા પાડોશીઓના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. હત્યા મામલે એસીપી બી ડિવિઝન એસ બી કુંપાવતનું નિવેદન સામે આવ્યું છે. માંજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની કલ્યાણ બાગ સોસાયટીના 8 નંબર ના મકાનમાં હત્યા કરવામાં આવી છે. જો કે હત્યારો જામાઈ પોતે મકરપુરા પોલિસ સ્ટેશન હાજર થઇ ગયો હતો.

મકરપુરા ની હદ ન હોવાથી પોલીસે માંજલપુર પોલીસને જાણ કરી છે. દીકરીને પોતાની માતા સાથે અણબનાવ બન્યા હતા. જેથી હથોડી થી જમાઈએ સાસુ ની હત્યા કરી દીધી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.