વડોદરાની એમ એસ યુનિ. માં એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો છે. ફતેગંજ પોલીસે એકતરફી કાર્યવાહી કરતાં એનએસયુઆઈ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. પોલીસે માત્ર એનએસયુઆઈ ના કાર્યકરો સામે ગુનો દાખલ કરી અટકાયત કરી છે.

જયારે એબીવીપી ના કાર્યકરો સામે ફરિયાદ ન નોધી, માત્ર એન.સી દાખલ કરી છે. પોલીસની હાજરીમાં જ પોલીટેકનિક કોલેજમાં એબીવીપી ના કાર્યકરોએ એનએસયુઆઈ ના વ્રજ પટેલને માર માર્યો હતો. પોલીસે એનએસયુઆઈ ના પ્રમુખ વ્રજ પટેલ અને હેરી ઓડની અટકાયત કરી હતી.

નોંધનીય છે કે, મારામારીમાં એબીવીપીના ઓમ ચૌધરી પર એનએસયુઆઇના કાર્યકરો દ્વારા હુમલો કરવામાં આવતા તેના માથા અને હાથના ભાગે ગંભીર ઇજા થઈ હતી. જેથી લોહી નીકળતા હાલતમાં તેને એસએસજી હોસ્પિટલ જવામાં આવ્યો હતો. તેમણે આ દરમિયાન જણાવ્યું હતું કે, અચાનક જ આવીને મારા પર હુમલો કરાયો હતો.