ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોનાને લઈને અનેક કાળાબજારી પણ જોવા મળી રહી હતી. તેની સાથે કોરોનાની ટેસ્ટીંગના રીપોર્ટ, જ્યારે રેમેડિસિવિર ઇન્જેક્શન અને બેડ માટે પૈસાની કાળાબજારી બહાર આવી છે. જ્યારે આ દરમિયાન અનેક બોગસ ડોકટરો પણ સામે આવ્યા છે.

આ બાબતમાં બોગસ તબીબી સામે પોલીસ વિભાગની લાલ આંખ જોવા મળી રહી છે.
રાજ્યમાં 74 બોગસ ડોકટર વિરુદ્ધ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો સામે કાર્યવાહી કરાઈ છે.

ગુજરાતમાં પ્રતિબંધિત ડ્રગ્સ ઉપયોગ કરતા હોય, બોગસ ડીગ્રી ધરાવતા તબીબ સામે કાર્યવાહી કરવામાં આવી છે. વિવિધ જિલ્લાની એસઓજી સ્કોડ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 1 એપ્રિલથી લઈને 4 જૂન સુધી પોલીસે 74 બોગસ ડોકટર સામે ફરિયાદ નોંધાઈ છે. જ્યારે એ વાત છે કોરોના કાળમાં ડોક્ટર્સ દ્વારા પણ કાળાબજારી કરવામાં આવી છે.