સુરતના અમરોલી કાસા નગરમાં બે જૂથ વચ્ચેના ઝઘડામાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. ઝઘડામાં એક નિર્દોષને ચપ્પુના ઘા અને માથામાં ફટકો મારી નિર્દય રીતે મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. તેમાં પણ જાણવા મળ્યું છે કે, અજય નામનો યુવક ઘરની બહાર નીકળ્યો તો તેને પણ આ ટોળા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમાં તેનું મોત થયું હતું.

જ્યારે મૃતક અજય રાઠોડ સફાઇ કર્મચારી હતો અને પરિવારના 5 જણાનો આર્થિક સહારો પણ હતો. બે દિવસ અગાઉ યુવતીને લઈ થયેલા ઝઘડામાં સમાધાન પણ કરવામાં આવ્યું હતું. ફરી બન્ને એક ફળિયાના યુવકોએ બીજા ફળિયામાં ઘૂસી ઘરમાંથી બહાર કાઢી-કાઢીને ફટકારતા વૃદ્ધ સહિત ચાર જણાને ગંભીર ઇજા પહોંચી છે.

અજય રાઠોડ ઝઘડાનો અવાજ સાંભળી ઘર બહાર નીકળતા તેના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. 10-15 નું ટોળું અજય પર તૂટી પડયુ હતું. લોહીના ખાબોચમાં પડેલા અજય ને 108 ની મદદથી સ્વિમેર લવાતા મૃત જાહેર કરાયો હતો. હાલ અમરોલી પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.