રાજકોટ પાણી બાબતે આત્મ નિર્ભર તરફ વધ્યું છે. ધારાસભ્ય ગોવિંદ પટેલની રજુઆતને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. રાજકોટ પાણી માટે નર્મદા નીર નહિવત જરૂર પડે તેવુ આયોજન કરાશે. રાજકોટ અમદાવાદ હાઇવે પર ડેમ બનાવવામાં આવશે.

તેની સાથે બેટી નદી પર ડેમ પર બનાવાશે. એરપોર્ટ ઓથીરિટી વિરોધ બાદ NOC આપવામાં આવી છે. 10 ફૂટ ઉંચાઈ ધરાવતો ડેમ નું નિર્માણ પામશે. તેની સાથે હવે પાણી બાબતે રાજકોટ આત્મનિર્ભર બનશે.

આ મામલામાં ધારાસભ્ય ગોવિંદ પટેલનું મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે, રાજકોટની વસ્તી સતત વધી રહી છે. રાજકોટ શહેર નર્મદા નીર પર આધારિત છે. નવો એક નહિ પણ ત્રણ ડેમ બને તો પણ રાજકોટ શહેરે નર્મદા નીર પર જ આધારિત રહેવું પડશે.

આ સિવાય વધુમાં તેમને જણાવ્યું છે કે, કોર્પોરેશન દ્વારા પણ પાણીના સંગ્રહ માટે નવા બાંધકામ માટે ફરજિયાત વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે તેવી સિસ્ટમ શરૂ કરવી જોઈએ. એવામાં હવે એક મોટી જાણકારી સામે આવી ગઈ છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર ડેમ બનાવવામાં આવશે. તેના રાજકોટવાસીઓની પાણીની સમસ્યાને દૂર કરવામાં આવશે.