આવતી કાલથી નવલા નોરતાનો પ્રારંભ થશે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકારે પરવાનગી આપી છે. ત્યારે રાજ્યભરના મોટા શહેરમાં નવરાત્રીને લઈને ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચણીયા ચોળી સહિતની ખરીદી કરવા મહિલાઓ ઉમટી છે. બજારોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શેરી ગરબાઓમાં નવરાત્રીનો રંગ જામશે. દર વર્ષે નવરાત્રીની ભવ્ય ઉજવણી થાય છે.

આવતી કાલથી નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકારે પરવાનગી આપી છે. ત્યારે રાજ્ય સરકાર વતી નવરાત્રી મુદ્દે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી.

ગુજરાતી માટે નવરાત્રી તહેવાર આસ્થાનો તહેવાર છે…કોરોના કારણે બે વર્ષથી નવરાત્રીનું આયોજન થઈ શક્યું નથી…આ વખતે મુખ્યમંત્રીએ તમામ વિભાગ સાથે ચર્ચા કરીને નવરાત્રી અંગે નિર્ણય કર્યો છે. શેરી ગરબાનું આયોજન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે…400 લોકો સુધીની છૂટ આપવામા આવી છે…

લોકોએ માંગણી કરી હતી કે, ગ્રાઉન્ડમા ગરબાની રજુઆત થઈ હતી..જે અંગે બેઠક અંગે અલગ અલગ મત લેવામાં આવ્યા છે…જેમાં કોમર્શિયલ ગરબાની છૂટ આપવામાં આવી નથી….સાથે મળીને ગરબાની ઉજવણી માટે છૂટ આપી છે…12 વાગ્યા સુધી કરફ્યૂમાં રાહત આપવામાં આવી છે…

વધુમાં તેઓએ અન્ય તહેવાર પણ સારી રીતે ઉજવી શકાય તે અંગે શુભકામના પાઠવી છે. તમામ નિયમો સાથે ઉજવાય તે અંગે સરકાર નાગરિકો પાસે તકેદારી કરે…અનેક મહાનગરોમા 100 ટકા વેકસીનેશન થયું છે…બીજા ડોઝ માટે કામગીરી કરવામાં આવી રહી છે…

કોમર્શિયલ ગરબાનું આયોજનની છૂટ આપવા આવી નથી…આસ્થા જળવાઈ રહે તેવી કામગીરી કરવામાં આવી છે….ગુજરાતના લોકો સાથે મળીને કામગીરી કરી રહ્યા છે.. પોલીસ નિયમ અનુસાર ગરબા રમતા હોય તેમા કોઈ તકલીફમા નહિ મૂકે…..સોસીયટીમા છૂટ આપવામાં આવી છે..
પાર્ટી પ્લોટમાં કોઈ સ્થળે છૂટ આપવામાં આવી નથી….ગરબા ખૂબ મહત્વનો તહેવાર છે…નિણર્ય ગુજરાતના હિતમાં લેવામાં આવ્યો છે…..નિયમ સાથે બનાવ્યો છે,મને વિશ્વાસ છે,કોઈ નિયમ નહિ તોડે ..આસ્થા તહેવાર અંગે કોઈ સામે પગલાં ભરવા માટે કોઈ નિયમ નહીં…