બામણબોર ના બહુચર્ચિત જમીન કૌભાંડ સામે આવ્યો છે. તત્કાલીન મામલતદાર એ સરકારી જમીન ને ખાનગી ઠેરવી એન્ટ્રી પાડી દીધેલ છે. 400 કરોડ ના કૌભાંડ ની 730 એકર જમીન અંતે સરકાર હસ્તક છે. રાજકોટ કલેકટર અરુણ મહેશબાબુ એ આ કેસ રીવીઝન માં લઇ સરકાર હસ્તક લેવાનો આદેશ કર્યો છે.

એવામાં ALC ની જમીન ચોટીલા તાલુકાપૂર્વ મામલતદાર એ ખાનગી જમીન ઠેરવી દેતા કાનૂની જંગ ચાલતો હતો. રાજકોટ કલેકટર આ કેસ માં સરકાર હસ્તક જમીન લેવા નો આદેશ કરતા ખળભળાટ મચ્યો છે. જમીન ખરીદી હતી તેં બોદર વસોયા પાદરીયા સહીત 17આસામી ની એન્ટ્રી રદ કરવામાં આવી છે.

આ સિવાય 17 આસમીને જમીનનું વેચાણ કરાયું તેની નોંધ પણ રદ કરવામાં આવી છે. સુરેદ્રનગર પૂર્વ કલેકટર કે રાજેશ ની CBi દ્વારા ધરપકડ કરવામાં આવી છે ત્યારે બામણબોર કૌભાંડ રીવીઝન માં લીધા પછી રાજકોટ કલેકટરનો મોટો ચુકાદો સામે આવ્યો છે.

નોંધનીય છે કે, સુરેદ્રનગર ના તત્કાલીન કલેકટર કે રાજેશની આખરે ધરપકડ કરવામાં આવી છે. CBI દ્વારા કે રાજેશ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત માં IAS લોબી માં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. ગુજરાત માં ચાલુ ફરજે કોઈ IAS ની ધરપકડ નો પ્રથમ બનાવ સામે આવ્યો છે. જમીન માં કૌભાંડ અને હથિયાર લાયસન્સ માં રૂપિયા ના વહીવટ નો આક્ષેપ કર્યો છે. કે રાજેશ નું નામ રાજકોટ ના નવા એરપોર્ટ નજીક ની જમીન મુદે પણ ઉછળ્યું છે. બામણબોર જમીન પ્રકરણ ખુલશે તો રાજકોટ ના રાજકીય અગ્રણીઓ ના રાજ ખૂલી શકે છે. આજે કે રાજેશ ને કોર્ટ માં રિમાન્ડ અર્થે CBI રજુ કરી શકે છે.

સુરત માં કે રાજેશ DDO હતાં ત્યારે સુરેદ્રનગર માં કલેકટર તરીકે હતા ત્યારની કામગીરી માં શંકાસ્પદ વ્યવહાર કર્યો હતો. કે રાજેશ સામે ACB માં 136 થી વધુ ફરિયાદ પેન્ડિંગ રહેલા છે. સુરેદ્રનગર માં હથિયાર ના લાયસન્સ ઇસ્યુ માટે રૂપિયા ની માંગ અને ચેક થી રકમ સ્વીકારતા હોવાનો આક્ષેપ કર્યો છે.