રાજ્યમાં સતત પેટ્રોલ-ડીઝલને લઈને અછતના સમાચાર છેલ્લા થોડા દિવસોથી વાયરલ થઈ રહ્યા છે. એવામાં સુરત પેટ્રોલ-ડીઝલ અછતની અફવા રહેલી છે. સુરતમાં પેટ્રોલ પમ્પ પર જોવા મળી અછત નથી. રાજ્યોના અન્ય શહેરોની જેમ સુરતમાં પેટ્રોલ -ડીઝલ પમ્પ પર લોકોનો ઘસારો નથી.

સરકાર સબસીડી માંથી મળતું પેટ્રોલ પમ્પ પર આયોજન બદ્ધ ઇંધણ ફળવાય રહ્યું છે. પેટ્રોલ પમ્પોને 15 થી 20 ટકા કંપની દ્વારા ઓછો જથ્થો આપવામાં આવે છે. પરંતુ સ્ટોક પૂરો થાય ત્યાં સુધીમાં બીજો જથ્થો મળી રહે છે.

કેટલાક પેટ્રોલ પમ્પ પર જથ્થો પહોંચતા સમય લાગે ત્યારે થોડા સમય માટે પેટ્રોલ ડીઝલનું વેચાણ બંધ કરાય છે. સુરતમાં પેટ્રોલ ડીઝલ અછતની કોઈ ખાસ અસર જોવા મળી નથી. ડીઝલના કારણે ટ્રાન્સપોર્ટએશન પર અસર થઈ રહી છે.