ગુજરાતમાં સતત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં સતત છેલ્લા થોડા દિવસોથી ૧૨ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેના કારણે લોકોના મનમાં કોરોનાને લઈને ભયનો માહોલ ઉભો થયેલો છે. પરંતુ આ દરમિયાન એક સારા સમાચાર સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાને લઈ આંશિક રાહતમાં સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોનાના રિકવરી રેટ 74.46 % થયો છે. અમદાવાદમાં કોરોનાના કેસોમાં આંશિક ઘટાડો નોંધાયો છે. દર્દીઓના રિકવરીમાં વધારો થયો બીજી તરફ સારવારની વ્યવસ્થા વધતા દર્દીને રાહત મળી છે. સિવિલ હોસ્પિટલમાં અમ્યુલન્સનું ભારણ ઘટ્યુ છે. 1200 બેડની બહાર લગતી એમ્બ્યુલન્સની લાંબી કતારોમાં આંશીક ઘટાડો જોવા મળી રહ્યો છે. એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીઓને પ્રાથમિક સારવાર અપાઈ રહી છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 12820 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે ૧૪૦ લોકોના કોરોનાની સારવાર દરમિયાન મુત્યુ નીપજ્યું હતું. તેની સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક 7648 પર પહોંચી ગયો છે. આ સિવાય 11999 લોકો કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 147499 પર પહોંચ્યો છે. જેમાંથી 747 લોકો વેન્ટિલેટર પર અને 146752 લોકો સ્ટેબલ રહેલા છે.