સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનીમાં રહેલા કલાર્ક, લેબ આસિસ્ટન્ટ અને પ્યુનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાના કાળમાં પણ તેમના માટે સારા સમાચાર સામે આવ્યા છે.

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનીમાં કરાર આધારિત કર્મચારીઓનો પગાર વધારો મંજુર કરાયો છે. નવા કુલપતિની નિમણૂક બાદ મહિનાઓથી ગૂંચવાયેલો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે. જેમાં 427 જેટલા કરાર આધારિત ક્લાર્ક, લેબ આસિસ્ટન્ટ અને પ્યુન ના પગારમાં વધારો થયો છે.

આ બાબતમાં સુરત વીર નર્મદ દ ગુજ યુનિના કર્મચારીઓમાં 500 થી લઈને 1800 રૂપિયા સુધી થયો વધારો કરવામાં આવ્યો છે. યુનિવર્સીટીની સિન્ડિકેટ પગાર વધારો મંજુર રાખ્યો છે. જ્યારે હવે કર્મચારીઓ માટે કોરોનાના કાળમાં પગાર વધારો કરવામાં આવ્યો છે