અમદાવાદમાં સતત કોરોનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે. અમદાવાદમાં સતત કોરોનાના કેસોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. અમદાવાદમાં કોરોના કેસ વધતાનો પુરાવો સિવિલ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સની લાગેલી લાઈનોથી મળી જાય છે. પરંતુ આ દરમિયાન એક સારા રાહતના સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદમાં લાંબા સમય બાદ સિવિલ હોસ્પિટલને થોડીક રાહત મળી છે. એમ્બ્યુલન્સની લાંબી લાઇનમાંથી સિવિલને થોડી રાહત મળી છે. 80 થી 90 એમ્બ્યુલન્સની રોજ લાઇન ધરાવતી સિવિલમાં આજે માત્ર 20 એમ્બ્યુલન્સ જ લાઈનમાં ઉભી જોવા મળી રહી છે. સિવિલની એમ્બ્યુલન્સની વધી રહેલી લાઈનને જોઈને લોકો ચિંતામાં હતા. ઘણા લાંબા સમય બાદ થોડી રાહત દેખાઈ રહી છે. જેના કારણે લોકોમાં વધેલો ભય થોડો થશે.

અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫ હજાર ૭૯૦ કેસ નોંધાયા હતા. આ દરમિયાન ૨૭ લોકોના મોત નીપજ્યા હતા. આ કારણોસર અમદાવાદમાં કુલ કેસનો આંકડો ૧,૩૩,૧૦૬ પર પહોંચ્યો છે. જયારે મુત્યુઆંક ૨,૭૨૧ પહોંચ્યો છે. આ સિવાય ૧,૫૯૦ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા હતા. આમ અત્યાર સુધી શહેરમાં કુલ ૮૦ હજાર ૧૩૮ દર્દીઓ કોરોનાથી સાજા થયા છે.