રાજ્યની 8 મનપામાં રાત્રિ કર્ફ્યુ ના નિયંત્રણો યથાવત રહેશે. જે રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યું રાખવામાં આવેલ છે. 8 મહાનગરોમાં 11 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલ્લી રહેશે. લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ વગેરે પણ 11 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. જે કર્ફ્યુ બાબતે રાજ્ય સરકારે નોટિફેકશન જાહેર કર્યું છે.

રાજ્ય સરકારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ગુજરાતમાં રોકેટ સ્પીડે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે હવે રાજ્ય સરકારે ગંભીરતા દાખવી છે અને કોરોનાના વધતા કેસોને લઇને સરકાર એકશન મોડમાં આવી છે.

રાજ્યની વિવિધ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ પોઝિટીવ આવતા વાલીઓ અને આરોગ્ય તંત્ર પણ ચિંતિત થયું છે. જે ગુજરાતમાં એકાએક કોરોના કેસ વધતા તંત્ર સફાળુ જાગ્યું છે. જેને પગલે એક પછી એક કડક નિયંત્રણો રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવી રહ્યા છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં હાલ 1 લાખ 10 હજાર બેડ ઉપલબ્ધ છે. જ્યારે 15000 ICU બેડમાંથી 7800 બેડમાં વેન્ટીલેટર ઉપલબ્ધ છે.