સુરતના સહકારી ક્ષેત્રમાં ભૂકંપ આવ્યો છે. સુત્રો દ્વારા જાણકારી સામે આવી છે કે, સુરત એપીએમસીના ચેરમેન રમણ જાનીની વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરાઈ છે. છેલ્લા ૨૫ વર્ષથી રમણ જાનીની સુરત એપીએમસીના ચેરમેન પદે છે. જોકે હાલમાં રમણ જાની અમેરિકા ગયા છે.

બીજી તરફ રમણ જાની રજા પર હોવા છતાં ગેરકાયદે રીતે મીટીંગ બોલાવી હતી. આ સમગ્ર મામલો પણ ગાંધીનગર પહોંચ્યો છે. બીજી તરફ ભાજપ હાઈ કમાન્ડમાં પણ રમણ જાનીની વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ છે. હાલ સુરત એપીએમસી ના કાર્યકારી ચેરમેન તરીકે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ અને એપીએમસીના વાઇસ ચેરમેન સંદિપ દેસાઇ પાસે ચાર્જ છે.

તેની સાથે સંદિપ દેસાઇ સહિત મોટાભાગના ડિરેક્ટરો રમણ જાનીની જોહુકમીથી નારાજ છે. સુરત એપીએમસીમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાતા આગામી દિવસોમાં સહકારી રાજકારણમાં મોટી ઉથલપાથલ થવાના એંધાણ રહેલા છે. જ્યારે આ બાબતમાં ખૂબ જ જલ્દી કોઈ મોટી જાણકારી સામે આવી શકે છે.