ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

વડોદરામાં કોરોના ના કેસો વધતા પોલિસ એક્શન મોડમાં આવી છે. વડોદરામાં માસ્ક વગર નિકળતા વાહન ચાલકો પાસેથી હજાર રુપિયા દંડ વસૂલવામાં આવશે. ચુંટણીઓ પતી, નેતાઓની સભાઓ પતી હવે જનતા દંડાશે. માસ્ક વગર નિકળતા વાહન ચાલકો દંડાશે. વડોદરા પોલિસે દંડ લેવાનુ શરુ કર્યું હતું. આજથી માસ્ક વિના ના લોકોને દંડ ફટકારવામાં આવશે.

રાજ્યમાં ઓમિક્રોનનું આક્રમણ શરુ થઈ ગયું છે. ગુજરાતમાં અત્યાર સુધી ઓમિક્રોનના 23 કેસ સામે આવ્યા છે. 23 માંથી 4 લોકો સાજા થઈ ગયા છે. હાલમાં ઓમિક્રોનના 19 કેસ એક્ટિવ રહેલા છે. મહેસાણા,વડોદરા અને આણંદમાં 3-3 કેસ સામે આવ્યા છે.

જ્યારે અમદાવાદમાં ઓમિક્રોનના વધુ 5 કેસ નોંધાયા. થલતેજ, મણીનગર, નવરંગપુરામાં એક-એક કેસ અને મકરબા વિસ્તારમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે. અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા છે.