રાજ્યમાં કોરોનાના કાળ દરમિયાન અનેક આગની ઘટનાઓ સામે આવી છે. જેમાં સૌથી મોટું કારણ ફાયર સેફટી હતી. કેમકે મોટી હોસ્પિટલ હોય કે શાળા, અનેક સ્થળો પર ફાયર સેફટીનો અભાવ જોવા મળ્યો છે. જેના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે. જેના કારણે હાલના સમયમાં ફાયર સેફટીને લઈને સરકાર દ્વારા સખ્ત વલણ અપનાવવામાં આવ્યું છે.

સુરતમાં ફાયર સેફટી મુદ્દે સિવિલ હોસ્પિટલની ત્રણ બિલ્ડીંગને નોટિસ ફટકારવામાં આવી છે. નવી સિવિલ હોસ્પિટલ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. જૂની બિલ્ડીંગ, કિડની બિલ્ડીંગ અને કોવિડ હોસ્પિટલ બિલ્ડીંગને નોટિસ ફટકારી છે.

સુરતમાં ICU માં આગ અવરોધક પડદા, બેડશીટ, સિલિંગ યોગ્ય ન હોવાથી નોટિસ ફટકારી છે. રોજના બે હજારથી વધુ દર્દીઓ અહીં સારવાર માટે આવે છે. દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઇ સુરત ફાયર વિભાગ દ્વારા પગલા ભરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, ફાયર સેફટીના ઉભાવે કોરોના કાળના દરમિયાન અનેક હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. તેના કારણે અનેક લોકોના જીવ પણ ગયા હતા. આ કારણોસર રાજ્યમાં ફાયર સેફટીને લઈને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.