શહેરમાં સામાન્ય વરસાદ પડે અને શહેરના રસ્તાઓ ધોવાઈ જાય છે અને સ્માર્ટ શહેર ખાડા નગરી બની જાય છે, જેના કારણે પ્રજા પરેશાન થાય છે. સર્વિસ રોડ પર ખાડા પડવાની મોટા પ્રમાણમાં ફરિયાદ આવી છે.

કોર્પોરેશન દર વર્ષે કરોડો રૂપિયા રસ્તાઓ રીપેરીંગ (road repairing) અને નવા બનાવા માટે બજેટની ફાળવણી કરે છે . પરંતુ શહેરમાં બનેલા રોડ રસ્તાની ગુણવતા પર સવાલ ઉભા જ રહે છે . શહેરમાં ચોમાસાની સિઝન શરૂ થતા સામાન્ય વરસાદમાં શહેરના રસ્તાઓ ખાડાનગરીમાં પરિવર્તિ થઇ જાય છે.

તંત્રે દાવો કર્યો છે કે, શહેરમાં એક પણ નવા રોડ તૂટ્યા નથી. જે પણ રોડ તૂટ્યા છે તે રોડ જ્યા સ્ટ્રોમ વોટર લાઇન, ડ્રેનેજ લાઇન કે પછી કંપની જે દ્વારા રસ્તામાં ખોદકામ કરાયું હતુ. આ ઉપરાત શહેરમાં મેટ્રોનું કામ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. જેના પગલે રસ્તાઓમાં ખાડા પડવાની નાની મોટા સમસ્યા સામે આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને ધારાસભ્ય દીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના શહેરી મત વિસ્તાર ધરાવતા આવા ૩૫ ધારાસભ્યો-જન પ્રતિનિધિઓ પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્ય દિઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલી દરખાસ્તનો સકારાત્મક પ્રતિસાદ આપતાં ભૂપેન્દ્ર પટેલે આ જન સુવિધાલક્ષી નિર્ણય કર્યો છે. ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયથી શહેરી ક્ષેત્રોનાં માર્ગોનું નેટવર્ક વધુ સુગ્રથિત અને સુદ્રઢ બનશે.