અમદાવાદ ઓમીક્રોન વધતા આહના એ સરકારને પત્ર લખ્યો છે. જે વધતા ઓમીક્રોન સામે કડક કામગીરી કરવા સૂચનો આપવામાં આવ્યા છે. ત્યારે બહાર ના દેશોમાંથી આવતા મુસાફરો નું સઘન ચેકીંગ અને ટેસ્ટિંગ કરવા આહનાએ સરકારને સૂચન કર્યું છે. જો કે હાલના નવા વેરિયંટના ડર વચ્ચે એરપોર્ટ પર ઢીલાશ જોવા મળે છે જે મોટી મુસીબત લાવી શકે છે. ત્યારે આ મામલે આહના એ સરકારને પત્ર લખી ગંભીરતા દાખવવા સૂચન કર્યું છે.

ઓમીક્રોન વધતા હવે ખાનગી હોસ્પિટલમાં દર્દી ના સગાઓને વેકસીન વગર નો એન્ટ્રી આપવામાં આવી રહી છે. જે દર્દી ના સગાએ વેકસીન ના બંને ડોઝ લીધા હશે તો જ તેમને એન્ટ્રી મળશે. જો કે હાલમાં ઓમીક્રોન માટે 80 ખાનગી હોસ્પિટલમા 2500 બેડ તૈયાર કરવામાં આવેલ છે.

શહેરમાં અગાઉ ઓમીક્રોનના બે દર્દીઓ અને બુધવારે 5 પોઝિટિવ કેસ આવ્યા હતા. શહેરમાં ડેઝીગન્ટ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. શહેરમાં સિવિલ અને SVP સાથે દસ હોસ્પિટલ કોવિડ ડેઝીગન્ટ જાહેર કરે છે. શહેરમાં 32 સ્થળોએ કિઓસ્ક ઉપર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. એક દિવસમાં 1200-1500 લોકોના અને તમામ ડોમ ઉપર 7000 લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવતા મુસાફરોમાં કોરોના સંક્રમણનું જોખમ વધ્યુ છે. જેને લઈને અમદાવાદ એરપોર્ટ પર સતર્કતા વધારી દેવામાં આવી છે. અમદાવાદમાં એરપોર્ટ પર પણ કેસો વધ્યા છે.