ગુજરાતમાં કોરોનાનો કહેર છેલ્લા થોડા દિવસોથી જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા મહિનાથી શાંત રહેલ કોરોનાનો કહેર હવે ફરી જોવા મળી રહ્યો છે અને સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના લીધે લોકોમાં ફરી ભયનો માહોલ ઉભો થતો જોવા મળી રહ્યો છે. જ્યારે હાલના સમયમાં કોરોના નવા સ્વરૂપ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે.

 

રાજકોટમાં ઓમીક્રોનની એન્ટ્રી થઈ ગઈ છે. તાન્જાનીયાથી આવેલ યુવા સ્ટુડન્ટ સંક્રમિત થયા છે. આર કે યુનિવર્સીટીના આ સ્ટુડન્ટને ત્રણ દિવસથી લક્ષણો જણાતા હતા. જ્યારે પી ડી યૂ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ સ્ટુડન્ટને રખાયો છે. આ કારણોસર આર કે યુનિવર્સિટી નો એક માળ સીલ કરાયો છે.

 

જ્યારે જે હોસ્ટેલ બિલ્ડીંગમાં સ્ટુડન્ટ રહેતો તે માળ સીલ કરાયો છે. નેપાળ અને આફ્રિકન દેશોમાંથી આવેલા 19 સ્ટુડન્ટ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમ છતાં કોલેજમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબનું ચાલુ રાખવામાં આવ્યું છે.

 

નોંધનીય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 74 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 14 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી એકપણ વ્યક્તિનું મોત થયું નથી.