ગુજરાત છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટફાટ અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઉછાળો જોવા મળી રહ્યો છે. લુખ્ખા તત્વોની દાદાગીરી સામે આવી રહી છે. જાણો પોલીસનો ડરનો હોય તેમ આવા તત્વો બેફામ બન્યા છે.

દિન-પ્રતિદિન લુંટ, ચોરી, ચીલઝડપ સહિતના બનાવો વધી રહ્યાં છે. કોરોનાકાળમાં અનેક લોકોની નોકરીઓ છૂટી જતા. ધંધો ન રહેતા લોકો ગુનાખોરીના માર્ગે વધ્યા છે. આ કારણોસર સામાન્ય માણસની ચિંતામાં વધારો થયો છે. જે રાજ્યમાં દિવસેને દિવસે લુખ્ખા તત્વોનો આતંક વધી રહ્યો છે. એવામાં વડોદરાથી એવી જ એક ઘટના સામે આવી છે.

વડોદરાના ખટંબા ગામે પુત્રએ માતા અને બહેન પર ચપ્પાના ઘા માર્યા છે. ક્રિષ્ણા દર્શન વીલામાં રહેતા ફોરેન્સિક સાયન્સના વિદ્યાર્થીએ આર્થિક સંકડામણથી ઉશ્કેરાઈને ચપ્પાના 7 ઘા માર્યા છે. બેટ્ટી નામની બહેનને રસ્તામાં સુવડાવી શાક સમારવાના ચપ્પાથી હુમલો કર્યો છે.

તેની સાથે બેન નામના પુત્રએ માતા અને બહેન પર જ ચપ્પાના ઘા મારતાં પોલીસ પણ આશ્ચર્યચકિત થયું છે. ઇજાગ્રસ્ત માતા અને પુત્રી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. આરોપી બેનએ ઘરના કાચ તોડતા તેને પણ ઈજા પહોચી, સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વરણામા પોલીસ સ્ટેશનમાં આરોપીની માતાએ ફરિયાદ નોંધાવી છે.