સુરતથી ચોરીની એક ઘટના સામે આવી છે. જેમાં 19 દિવસ પહેલા થયેલી ચોરીને લઈને ફરિયાદ કરવામાં આવી છે. સુરતમાં રત્નકલાકાર દ્વારા કંપનીમાં ચોરી કરવામાં આવી હતી. એવામાં નોકરીના પ્રથમ જ દિવસે રત્નકલાકાર 3.80 લાખના હીરા લઈને ફરાર થઈ ગયો હતો.

જ્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાતો જોઈને આ રત્નકલાકાર કામ પર લાગ્યો હતો. 1 માર્ચના રોજ આ ઘટના બની હતી. વરાછાના ઘનશ્યામનગરમાં આવેલા ડાયમંડના યુનિટમાંથી રાજ નામનો રત્ન કલાકાર નોકરીના પહેલા દિવસે હીરા લઈને ફરાર થયો હતો. અંતે 1 માર્ચના રોજ બનેલી આ ઘટનાની ફરિયાદ 19 દિવસ બાદ લેવામાં આવી છે. કંપનીના માલિક અમરીશ લાઠીયા દ્વારા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.

નોંધનીય છે કે, કાપોદ્રામાં યાના ડાયમન્ડમાંથી 1.80 લાખના 10 હીરાની ચોરી કરવામાં આવી હતી. જ્યારે હીરા ચોરી કરનાર રત્નકલાકાર ભુપત વડાલીયાની વાત કરીએ તો તે નામચીન ચોર છે. ભૂતકાળમાં ભુપત વિરુદ્ધ 27 જેટલા ચોરી મારામારી સહિતના ગુનાઓ દાખલ થયેલા છે. ભુપત દ્વારા 1.80 લાખ ના હીરા માત્ર 25 હજારમાં વેચી દેવામાં આવ્યા હતા. હીરા ખરીદનાર કારખાનેદર મનોજ બમભાણીયાની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.