આગામી 2 એપ્રિલ થી મકાન દુકાનો મોંઘી થશે. પ્રતિ ચોરસ ફૂટે 400 થઈ 500 રૂપિયાનો વધારો થશે. બિલ્ડરો 2 એપ્રિલ થી બાંધકામ ના પ્રતિ ચોરસ ફૂટે 400 થી 500 રૂપિયાનો વધારો કરશે. સિમેન્ટ સ્ટીલ ના ભાવ વધતા બાંધકામ કોસ્ટ વધારવાનો નિર્ણય લેવાયો છે. ગુજરાત ક્રેડાઈ ની બોર્ડ મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

ક્રેડાઈ ગુજરાતની બોર્ડ મીટિંગ મંગળવારના પાલનપુરમાં ક્રેડાઈ ગુજરાતના ચેરમેન અજય પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં 40 સિટી ચેપ્ટરના અગ્રણી બાંધકામ વ્યવસાયકારો સહિત એસોસિયેશનના સભ્યો ખૂબ જ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ મીટિંગમાં કરવામાં આવેલ ચર્ચાના મુખ્ય મુદ્દા તરીકે બાંધકામ વ્યવસાયમાં ઉપયોગી રો મટિરિયલ્સ જેવા કે સિમેન્ટ, સ્ટીલ, યુપીવીસી પ્રોડક્ટ, ગ્લાસ વગેરેમાં થયેલા ભાવ વધારાના પગલે કોમર્સિયલ, રેસિડેન્સિયલ સહિતના દરેક પ્રકારના બાંધકામની કોસ્ટિંગમાં થયેલા વધારાના કારણે નાછૂટકે ભાવ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેની સાથે સિમેન્ટ અને સ્ટીલ ઉત્પાદકો દ્વારા કાર્ટેલ કરી કોઈ પણ વાજબી કારણો વગર અવારનવાર ભાવ વધારો કરાઈ છે તેને અનુલક્ષીને ભૂતકાળમાં સિમેન્ટ કંપનીઓ ઉપર આકરી પેનલ્ટી કરાઈ છે. ગુજરાતમાં સિમેન્ટ કંપનીઓ છે પરંતુ ડેવલપર્સ રાજસ્થાનથી સિમેન્ટ ખરીદવી સસ્તી પડે છે. અત્યારે સિમેન્ટ અને સ્ટીલ કંપનીઓ દ્વારા કોર્ટલ કરી ભાવ વધારો કરવામાં આવ્યો હોય તેવું પ્રાથમિક તબક્કા જણાવવામાં આવ્યું છે. એવામાં હવે વડોદરામાં 2 એપ્રિલથી મકાન-દુકાન મોંઘા થઈ જશે.