ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. ગુજરાતમાં સતત ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા સતત પ્રચાર કરવામાં આવી રહ્યા છે. એવામાં કોંગ્રેસ માટે આજે એક માઠા સમાચાર સામે આવ્યા છે. કેમકે ચુંટણી આવે પહેલા જ કોંગ્રેસના અનેક નેતાઓ રાજીનામું આપતા રહે છે અને તેવો જ સિલસિલો ફરી કોંગ્રેસમાં શરૂ થયો છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં વધુ એક રાજીનામુ આપવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ સોશિયલ મીડિયા ના સ્ટેટ કો ઓરડીનેટર ભાર્ગવ પઢીયારનું રાજીનામુ આપવામાં આવ્યું છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ને મોકલી રાજીનામુ આપ્યું છે. રાજીનામાં અંગત કારણ બતાવ્યું પણ નારાજગીનો સૂર ઉભો થયો છે.

રાજકોટ ના ભાર્ગવ પઢીયાર ને પ્રદેશ ની કોઈ બેઠક માં બોલાવતા ન હોઈ સહીત કારણો બહાર આવ્યા છે. તેના લીધે એક વાત તો સ્પષ્ટ છે કે, ફરી કોંગ્રેસમાં વિરોધના સૂર ઉભા થયા છે. જ્યારે આ અગાઉ કોંગ્રેસમાં હાર્દિક પટેલે રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાઈ ગયા હતા.