મહારાષ્ટ્રના રાજકારણમાં હાલ ગરમાવો આવેલ છે. કેમ કે શિવસેનાના બાગી ધારાસભ્યો અને અપક્ષ ધારાસભ્યો મળી 37 ધારાસભ્યો સુરતમાં આવેલ હતા અને તેમને આસામ લઈ જવામાં આવ્યા હતા.. એવામાં મહારાષ્ટ્રની શિવનેતા સંકટ અંગે અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. જ્યારે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે.

મહારાષ્ટ્ર ની શિવસેના સરકારને વધુ એક ઝટકો લાગ્યો છે. સરકારના વધુ 2 ધારાસભ્ય મોડી રાત્રે સુરત આવી પહોંચ્યા છે. રાત્રે દોઢ વાગ્યે સુરત પહોંચ્યા હોવાની માહિતી છે. લી મેરેડિયન હોટલમાં રોકાણ કર્યું હોવાની વાત છે. એક ધારાસભ્ય ગત રાત્રે 10 વાગ્યે સુરત આવી ચુક્યા હતાં.

તેની સાથે ગત રાત્રે કુલ ત્રણ ધારાસભ્યો સુરત પહોંચ્યા હતાં. ત્રણેવ ને સુરત એરપોર્ટથી ફ્લાઇટ મારફત સવારે 6 વાગ્યે ગુવાહાટી લઈ જવાયા છે. આજે વધુ ચાર ધારાસભ્યો સુરત આવી શકે તેવી પણ માહિતી સામે આવી છે. તેની સાથે હવે મહારાષ્ટ્રની રાજકારણમાં સતત ગરમાવો જોવા મળી રહ્યો છે.