રાજકોટ શહેરના છાણી રોડ પર ગંગોત્રી એપાર્ટમેન્ટની સામે શુક્રવારના ધોળે દિવસે બે તસ્કરોએ કારનો કાચ તોડી રૂ. ૨.૩૫ કરોડથી વધુની કિંમતના પાંચ કિલો સોનાના દાગીનાની ચોરી કરતા હાહાકાર મચી ગયો છે. રાજકોટના સાધુ વાસવાણી રોડ પર મારી મેનોર એપાર્ટમેન્ટમાં રહેનાર વિપુલ રસીકલાલ ધકાણ રાજકોટ ગોલ્ડન માર્કેટમાં વી. રસીકલાલ તથા એચ.રસીકલાલ નામથી સોનાના ટ્રેડીંગનો વેપાર કરી રહ્યા છે. ૧૬ જૂનના રોજ વિપુલભાઈ સેલ્સમેન જલ્પેશ દિનેશભાઈ લાઠીગરા અને ડ્રાઈવર પ્રફુલ્લ રવજીભાઈ ડાંગર સાથે પોણા છ કિલો દાગીના સ્કુલ બેગમાં મુકી કારમાં વડોદરા ટ્રેડીંગ અર્થે આવેલા હતા. તેમણે ત્યાં ૮૫૦ ગ્રામ જેટલા દાગીના અલકાપુરી સી.એચ. જ્વેલર્સમાં આપ્યા હતા. તે લગભગ ૧૧ વાગ્યે વિપુલભાઈ અને તેમના બે માણસો છાણી સર્કલ પાસે ચા નાસ્તો કરવા ઉભા રહ્યાં હતા. તેમણે તે દરમિયાન દાગીના ભરેલી બેગ કારમાં જ રહેવા દીધી. જ્યારે પરત આવ્યા તો ડ્રાઈવર સાઈડના દરવાજાના કાચ તૂટેલા હતા. જેથી વિપુલભાઈએ ડેકીમાં મુકેલી બેગની તપાસ કરતા ગુમ થયેલી જોવા મળી હતી. ચોરીના ઘટનાના કલાકો બાદ તેમણે ફતેગંજ પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરતા બાઈક પર આવેલા બે તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી

કારમાં પાંચ કિલો સોનું હોવા છતા માલિક વિપુલભાઈ તથા તેમના બે માણસો ચા-નાસ્તો કરવા છાણી સર્કલ પાસે ઉભા રહી ગયા હતા. જ્યારે લોકો ૫૦ ગ્રામ સોનું પણ લોકરમાં કે તિજોરીમાં ત્રણ તાળા મારી સાચવતા હોય છે, પરંતુ અહીં પાંચ કિલો સોનું હોવા છતાં વેપારીએ આટલી ગંભીર બેદરકારી કેમ કરી તે પણ એક સવાલ છે. કારમાં દાગીના હોવાની ટીપ જાણભેદુએ આપી ચોરીને અંજામ આપ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવ્યા છે.

વેપારી દ્વારા પાંચ કિલો જેટલું સોનું પોતાની પાસે રાખી ત્રણેય જણા સરકીટ હાઉસ સામેની પંચશીલ હોટલમાં રોક્યેલા હતા. ત્યાંથી આજે સવારે છાણી સર્કલ જતા જ ચોરી થઈ ગઈ હતી. જેથી પંચશીલ હોટલથી જ વેપારીની જાણકારી મળી ગઈ હોય તેવી બાબતમાં પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. વેપારીને છાણી જકાતનાકા પાસે ગાંઠીયા ખાવા માટે ડ્રાઈવર પ્રફુલ ડાંગર લઈ ગયો હતો.