ગરીબીનો સામનો કરી રહેલું પાકિસ્તાન પોતાની હરકતોથી હટતું નથી. પાકિસ્તાન ભારતમાં પાયમાલી કરવા માટે સતત નાપાક ષડયંત્ર કરી રહ્યું છે. ક્યારેક ડ્રોન મોકલે છે, તો ક્યારેક આતંકવાદીઓ મોકલે છે. પરંતુ સુરક્ષા દળોની સતર્કતાના કારણે દરેક વખતે તેનો નાપાક પ્રયાસ નિષ્ફળ થઈ રહ્યો છે. ફરી એકવાર ગુજરાતમાંથી 4 પાકિસ્તાનીઓને ભારતમાં ઘૂસણખોરી કરતા BSFના જવાનોએ પકડી પાડ્યા છે અને તેમની પાસે રહેલી ચીજવસ્તુઓ પણ તેમના કબજામાં લેવામાં આવી છે.

BSFના પેટ્રોલિંગે ગુરુવારે ગુજરાતની ભારત-પાકિસ્તાન દરિયાઈ સરહદે કચ્છના ‘હરામી નાલા’ ખાડી વિસ્તારમાંથી ચાર પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરી હતી અને તેમની 10 બોટ જપ્ત કરી હતી. બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે માછીમારીની બોટમાંથી કંઈપણ શંકાસ્પદ મળ્યું નથી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે બીએસએફની વિશેષ ટીમે સરહદી કોલમ નંબર 1165 અને 1166 વચ્ચે કચ્છ જિલ્લામાં ‘હરામી નાળા’ દ્વારા ભારતીય ક્ષેત્રમાં માછીમારોને પ્રવેશતા જોયા હતા. ચાર પાકિસ્તાની માછીમારોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની 10 બોટ જપ્ત કરવામાં આવી હતી, એમ તેમણે જણાવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.

આ પહેલા જમ્મુ-કાશ્મીરના સાંબામાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું. પાકિસ્તાની ડ્રોન ઈન્ટરનેશનલ બોર્ડર એરિયાની ખોડા પોસ્ટની સામેથી ભારતીય વિસ્તારમાં ઘુસ્યું હતું. ડ્રોન ચક દુલમા વિસ્તારમાંથી ગગવાલના બાઈ નાળા થઈને રાજપુરા, સનુરા થઈને પરત ફર્યું હતું. પાકિસ્તાન ડ્રોન મારફત કાશ્મીરમાં હથિયારોનો જથ્થો મોકલીને આતંક ફેલાવવા માંગે છે. જો કે, સુરક્ષા દળો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને તેના કોઈપણ કાવતરાને સફળ થવા દેતા નથી.