પેપરલીક મામલો – ઉમેદવારોની એક જ માંગ, અસિત વોરા રાજીનામું આપે….!

હાલમાં રાજ્યમાં ગૌણ સેવા દ્વારા લેવાયેલી પરીક્ષા લીક મામલે ગરમાવો જોવા મળી રહ્યો છે. જે હેડક્લાર્કની પરીક્ષા આખરે રદ્દ કરવામાં આવી છે. ગઈકાલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે જાહેરાત કરી છે. ત્યારે વારંવાર આ રીતે પેપર લીક મામલે વિદ્યાર્થીઓમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે વિદ્યાર્થીઓમાં સિત વોરાના રાજીનામાની માંગ ઉઠી રહી છે. આ અંગે રાજ્યભરના વિદ્યાર્થીઓનો એક જ સુર જોવા મળી રહ્યો છે. જે અસિત વોરા રાજીનામુ આપે ના વિદ્યાર્થીઓ દ્વારા નારા આપવામાં આવી રહી છે.
આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પદે યોગ્ય વ્યક્તિને સરકાર નિમણુંક કરે તેવી પણ માંગ કરી છે. અને આ રીતે પેપર લિક કરનાર સામે પણ આકરી કાર્યવાહી કરવા માંગ ઉઠી રહી છે. પેપર ફોડનાર સામે સરકાર દાખલા રૂપ કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.
આ ગૌણ સેવાની હેડક્લાર્ક પરીક્ષા રદ કરવામાં આવી છે. જેને લઈને આજે પત્રકાર પરીષદમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંધવી જણાવ્યું છે. તેમને વધુમાં જણાવ્યું છે કે આ પેપર લીકમાં સામેલ આરોપીને પકડી પાડ્યા છે અને તેની વધુ તપાસ ચાલુ છે. જેમની પાસેથી 30 લાખ જેટલી રકમ પણ જપ્ત કરી લેવામાં આવી છે. જેમને આ તમામ આરોપી સામે કડકમાં કડક પગલાં લેવાનું વચન આપ્યું છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે. માર્ચ મહિનામાં ફરી પરીક્ષા લેવામાં આવશે. જુના ઉમેદવારો ફરી પરીક્ષા આપી શકશે. જેને ફોર્મ ભર્યા છે તે પરીક્ષામાં લાયક ગણાશે. 70 વિદ્યાથી પેપર લીધા છે તે પરીક્ષા નહિ આપી શકે. ગૌણ સેવા પસંદગી મંડળ જ પરીક્ષા લેશે. જો કે, ગૃહ રાજ્યમંત્રીએ અસિત વોરાનું રાજીનામાં મામલે જવાબ આપવાનો ટાર્યો છે.
નોંધનીય છે કે એફઆઇઆરમાં જયેશ પટેલનો મુખ્ય આરોપી તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે. જયેશ પટેલે જ ગૌણ સેવા પસંદગી મંડળમાં કોઇની મિલીભગતથી આ પેપર ફોડયું હોવાનું પહેલા કહેવામાં આવી રહ્યું હતું. અને, પરીક્ષાના એક દિવસ પહેલા જ કૌભાંડીઓ પાસે પેપર પહોંચી ગયા હતા. પોલીસ વિભાગે ગણતરીના કલાકોમાં જ 8 જેટલા આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. જે ગણતરીના દિવસમાં 14 આરોપીની ધડપકડ કરવામાં આવી છે.