હેડ ક્લાર્કની પરીક્ષાનુ પેપરલીક થયાના ઘણા દિવસો બાદ પણ સરકાર દ્વારા કોઈ સખ્ત પગલું ભરવામાં આવી રહ્યું નથી. એવામાં કોંગ્રેસ સરકાર દ્વારા આ મુદા વિરોધ કરવાનું શરુ કરવામાં આવ્યું છે. કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યું છે.

એવામાં રાજકોટ પેપરલીક કૌભાંડનો મામલો ચર્ચામાં આવી ગયો છે. રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. સ્કૂટર રેલી દ્વારા વિરોધ કરવામાં આવશે. ત્રિકોણ બાગ સર્કલથી બહુમાળી ભવન સુધી રેલી યોજાશે.

નોંધનીય છે કે, હેડ ક્લાર્કનું પેપર લીક થયાને લઈને મામલો હાલ ચર્ચામાં છે. જ્યારે આ મામલે અવનવી જાણકારી સામે આવી રહી છે. જેમાં થોડા દિવસ પહેલા ગાડીમાં પેપર લઇ જવામાં આવી રહ્યા હતા તેની જાણકારી સામે આવી હતી. તેમાં ગાડીનો નંબર GJ 09 BJ 2416 હતો તેમાં પેપર લઇ જવામાં આવી રહ્યો હતા. તેની સાથે જાણવા મળ્યું છે કે, સાબરકાંઠામાં હિંમતનગરના સરનામે ગાડીનું રજિસ્ટ્રેશન થયું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે હવે આ મામલે દરેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે.