ઉતરાયણનો તહેવાર આવ્યો છે તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળે છે. પરંતુ અનેક વખત એવી ખરાબ દુર્ઘટના બનતી હોય છે જેમ કે પતંગ ચગાવતા-ચગાવતા ધાબા પરથી પડી જવું, બાઈક ચલાવતી વખતે ગળું કપાઈ જવું વગેરે બનતું હોય છે. તેના લીધે ઉતરાયણ નો તહેવાર ખુશીની સાથે અમુક વખત દુઃખનો સામનો લોકોને કરવો પડ્યો છે. ત્યારે આજે સૂરતથી એવી જ એક ઘટના સામે આવી છે.

સુરતમાં પતંગ ચગાવતા પડી જતા માસુમ બાળકનું મોત નીપજ્યું છે. સુરતના અડાજણ-પાલ રોડ ઉપર બનાવ બન્યો છે. જેમાં અગાસી પર પતંગ ચગાવવા ચડ્યા હતા. બહેન અને બાળ મિત્રોની નજર સામે નીચે બાળક પટકાયો હતો.

જયારે એગ્રીકલ્ચર કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક ના એક ના એક દીકરાનું મોત નીપજ્યું હતું. ઉતરાયણ પહેલા થયેલી દુર્ઘટનાએ માતા-પિતાઓ માટે જાગૃત રહેવાનો સંદેશો આપ્યો છે. પહેલી જ વાર પતંગ ચગાવવા ચડ્યો હતો. માસુમ તનય ના જીવનની દોર તૂટી ગઈ છે. અડાજણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.