વાલીઓ ભયભીત – ફરી કોરોનાનો હાહાકાર, વધુ બે સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત

દેશમાં અને રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો હાહાકાર મચી શકે તેવી પરિસ્થિતિ ઉભી થઇ રહી છે. ત્યારે હવે અમદાવાદની સ્કૂલોમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આજે વધુ બે સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. ત્યારે આ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા કલાસ બંધ કરવામાં આવ્યા છે. થલતેજની ઉદગમ સ્કૂલના ધો.3, 8 ના બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થયા છે. ઝેબર સ્કૂલના ધો.10 ની એક વિદ્યાથી પણ કોરોના સંક્રમિત થયા છે.
જો કે હવે કોરોનાના નવા વેરિયંટના ભય વચ્ચે સ્કૂલોમાં કોરોના વધતા વાલીઓની ચિંતા વધી રહી છે. હાલમાં શિક્ષણ અધિકારીએ કલાસ બંધ કરવા સ્કૂલ સત્તાધીશોને સૂચના આપી દીધી છે. જો કે ઓનલાઇન શિક્ષણ રાબેતા મુજબ ચાલુ જ રહેશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં આજે ઓમિક્રોનના 8 કેસ નોંધાયા છે. જેમાં 6 લોકો ઈન્ટરનેશલ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે જ્યારે 2 લોકો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી.
રાજ્યમાં છેલ્લાં કેટલાંક સમયથી સરકાર અને નાગરિકો કોરોના વાયરસના અસ્તિત્વને ભૂલી બેદરકારી દાખવી રહ્યા છે. જેનાં કારણે કોરોનાના કેસોમાં સતત ધીમો વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાની પહેલી લહેરમાંથી માંડ લોકોને કળ વળી હતી ત્યાં કોરોનાની બીજી લહેરે દાઝ્યા પર ડામ આપ્યો હતો, ત્યારે હવે કોરોના ના નવા વેરિયટ આ તમામ રેકોર્ડ તોડી રહ્યા છે. જેને લઈને ચિંતા ઉભી થઇ રહી છે.
દેશમાં કોરોનાના નવા વેરિયંટ ઓમિક્રોન ને કારણે ઘણો ખતરો વધી રહ્યો છે. ઓમિક્રોનના કેસોમાં દરરોજ વધારો થઈ રહ્યો છે. જેના કારણે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે કોરોનાના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને સંપૂર્ણ રીતે તૈયાર રહેવા જણાવ્યું છે. આ ક્રમમાં કેન્દ્ર સરકાર દ્વારા બૂસ્ટર ડોઝ અંગે નિર્ણય લેવાના મુદ્દે પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.