ગુજરાતમાં જેમ-જેમ વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખતા ભાજપ, કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી એક્શન મોડમાં આવી ગઈ છે. તેની સાથે વિધાનસભા ની ચૂંટણી નજીક આવતા પાટીદાર જૂથો પણ સક્રિય થયા છે. જ્યારે આજે એવા જ એક સમાચાર સામે આવ્યા છે.

રાજકોટ સામાકાઢા વિસ્તાર માં આજે લોકડાયરો ડાયરા માં એજ વિસ્તાર ના ધારાસભ્ય અરવિંદ રૈયાણી નું નામ જ નહીં. મુખ્ય મહેમાન તરીખે નરેશ પટેલને આમંત્રિત કરવામાં આવ્યા છે. જયારે અન્ય પાટીદાર આગેવાનો નામનો સમાવેશ કરાયો છે. જયેશ રાદડિયા, ભરત બોધરા ના નામો સમાવેશ કરાયા છે. અરવિંદ રૈયાણી ના નામની બાદબાકી કરાઈ છે.

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા ભરત બોધરા અને પરેશ ગજેરા સામે ના જૂથે પણ મોટું જમણવાર કર્યા ની ચર્ચા થઈ છે. મવડી વિસ્તાર માં જમણવાર બાદ હવે ડાયરા નું આયોજન કરવાની વાતો વહેતી થઈ છે. ચૂંટણી માં સમાજ માં બે ફાંટા પડીયા રાજકીય પાર્ટીને મોટો ફાયદો થશે.