વડોદરામાં કોરોનાના કેસો પ્રતિદિવસ વધી રહ્યા છે. વડોદરામાં છેલ્લા થોડા દિવસોમાં કોરોનાના ૭૦૦ કેસ સામે આવી રહ્યા છે. વડોદરામાં સતત કોરોનાના કેસ વધવાની સાથે ઓક્સીજનની ઉણપ સરકારને પડી રહી છે. જેના કારણે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ છે. વડોદરામાં કોરોનાના દર્દીઓને પુરતું ઓક્સીજન મળી રહ્યું નથી. આ દરમિયાન વડોદરા મનપા માટે એક ચિંતાના સમાચાર સામે આવ્યા છે.

અમદાવાદ ના દર્દીઓએ સારવાર માટે વડોદરાની વાટ પકડી લીધી છે. ઓક્સિજન સાથે અમદાવાદનુ દર્દી વડોદરા ગોત્રી હોસ્પિટલમાં પહોચ્યુ છે. ગોત્રી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સમા સતત કોવિડ પેશન્ટો આવી રહ્યા છે. મોટાભાગ ના દર્દીઓ ઓક્સિજનની ઉણપ વાળા જ આવી રહ્યા છે. વડોદરામાં બે દિવસથી ઓક્સિજનનો જથ્થો ઓછો આવી રહ્યો છે. સતત આવતા દર્દીઓ તંત્ર માટે ચિતાનો વિષય બન્યો છે.

અત્યારે અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી ૫ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જ્યારે અમદાવાદમાં આજે પણ સિવિલ હોસ્પિટલમાં દાખલ થવા માટે એમ્બ્યુલન્સની લાઈન જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદના દર્દીઓ વડોદરા જવા માટે મજબૂર બન્યા છે