સીઆર પાટીલ અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં આજે સાંજે પાંચ વાગ્યે પહોંચશે. પાટીલ બે દિવસ અરવલ્લીમાં વિતાવશે. જ્યાં તેઓે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે પણ બેઠકો યોજશે અને જિલ્લામાં રાજકીય સ્થિતી અંગેની સમિક્ષા કરશે. જેઓ વનડે વન ડિસ્ટિક કાર્યક્રમ અંતર્ગત પાટીલ બુથ અને પેજ સમિતિ કરશે સમીક્ષા. ધારાસભ્યો તેમજ જિલ્લા અને તાલુકા સદસ્યો કામગીરીનો ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવશે. 2022ની ચૂંટણીમાં અરવલ્લી જિલ્લાના બેઠકો રોડમેપ માટે ભાજપની તૈયારીઓ કરશે.

પ્રથમ દિવસે ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલનુ સ્વાગત બાઈક રેલી સાથે કરવામાં આવશે. ત્યાર બાદ જિલ્લાના તમામ છ તાલુકાઓના બુથ લેવલનના કાર્યકરોનુ સંમેલન યોજવામાં આવશે. અરવલ્લી જિલ્લામાં આવતી કાલે મોડાસા, બાયડ, ભિલોડા ત્રણ બેઠકો સમાવેશ થાય છે. આ ત્રણેય બેઠકો હાલ કોંગ્રેસ પાસે છે. જો કે ભાજપ દ્વારા ભિલોડા બેઠક કબજે કરવા કોગેસના પૂર્વ MLA અનિલ જોશીયાર પુત્ર ભાજપમાં જોડાયા છે.

અરવલ્લીમાં બીજા દિવસે પાટીલ દ્વારા સ્થાનિક સાધુ અને સંતોના આશીર્વાદ મેળવી સંતોનુ સન્માન કરવામાં આવશે. ભાજપના પદાધિકારીઓની વિકાસની દિશામાં કામ કરવાની પદ્ધતી અને તેમનો પ્રજા સાથેના વ્યવહારને લગતી બાબતોની જાણકારી પણ મેળવવામાં આવશે. પાટીલની આ મુલાકાત સાથે જિલ્લામાં ચુંટણી લક્ષી કામગીરી પણ શરુ કરી દેવામાં આવશે.