રાજકોટ ના કાગવડમાં આવતીકાલે ખોડલધામમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવશે. ખોડલધામ મંદિરને પાંચ વર્ષે પૂર્ણ થતા આવતીકાલે 21 જાન્યુઆરી એ પાંચમો પાટોત્સવ યોજાશે. ખોડલધામમાં આવતીકાલે 1 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે. મંદિરના શીખરે ધ્વજાંરોહણ ખા પૂજા અર્ચના રાખવામાં આવી છે.

તેની સાથે કોરોનાની સ્થિતિને જોતા પાટોત્સવનું ડિજિટલ આયોજન કરવામાં આવ્યું છે. લાઈવ ટેલિકાસ્ટ કરી લાખો લોકો આ પાટોત્સવ નિહાળશે. આવતીકાલે ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન નરેશ પટેલનું રાષ્ટ્રજોગ ઉદબોધન કરશે. સવારના 9:15 થી 10 વાગ્યા સુધી નરેશ પટેલનું ઉધબોધન રહેશે. પાટીદારો ઉપરાંત રાજકીય પક્ષો ની નરેશ પટેલ ના ઉધબોધન પર મીટ રહેશે. લેઉવા પાટીદાર ના ધરો આવતીકાલે દિવાળીની જેમ ઘર આંગણે રંગોળી છે. સમૂહ રાષ્ટ્રગાનનો વિશ્વ રેકોર્ડ રચાશે.

નોંધનીય છે કે, ખોડલધામ પાટોત્સવ પાટીદાર સમાજ મર્યાદિત પૂરતો રાખવામાં આવ્યો છે. કાગવડ ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને પાંચ વર્ષ પૂર્ણ થતાં આવતીકાલે પાટોત્સવ યોજાવવાનો છે. જ્યારે કોરોનાને કારણે ઉજવણી પર નિયંત્રણ રાખવા ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. લાખો લોકો આ પાટોત્સવમાં આવે તેવી શક્યતાથી પાટીદાર સમાજ પૂરતો ઉત્સવ મર્યાદિત રખાયો છે.