અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વર્તન ઓરમાયું ભર્યું બન્યું છે. અમદાવાદના પૂર્વ વિસ્તારની  વાસ્તવિકતા વકરી છે. નિકોલથી ગંગોત્રી સર્કલને જોડતા રસ્તાની હાલત ગંભીર બની છે. અમદાવાદ કોર્પોરેશનની પોલ ખોલતા મોટા સમાચાર સામે આવ્યા છે.

તેની સાથે પ્રશાસનના કામગીરીના દાવા મોટા પણ વાસ્તવિકતામાં એકદમ અલગ છે. રોડ રસ્તાની ઝડપી કામગીરીના દાવા પ્રશાસન સામે હજુ પણ રસ્તાઓ તૂટેલા જ છે. અમદાવાદના પૂર્વ વિસ્તાર ખાડામાં રસ્તા કે રસ્તામાં ખાડા તે જાણવું મુશ્કેલ છે. ખાડે ગયેલા તંત્રને આ ખાડા દેખાશે ?

જ્યારે મથરગતિએ ચાલતી કામગીરીમાં રસ્તા બિસ્માર હાલતમાં બન્યા છે. ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં રોડની કામગીરી મંથરગતિએ ચાલી રહી છે. 2 વર્ષથી પણ વધુ સમય વીત્યો છતાં રસ્તા ન બનતા વાહનચાલકોમાં રોષ છે. એક તરફનો રસ્તો બંધ થતાં વાહનચાલકોની હાલાકી વધી છે. શહેરની જનતા ખરાબ રસ્તાથી પીડાય છે. જ્યારે અધિકારીઓ ઝડપી કામગીરી બની રહ્યા હોવાના દાવા કરી રહ્યા છે. વર્ષ 2021-22 માં રસ્તા રિસરફેસ માટે 247 કરોડ ખર્ચાયા હોવાનો દાવો છે. જનતાની સમસ્યા 2 વર્ષથી રોડ બન્યો નથી. શા માટે કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી નથી થતી. કોના પાપે જનતા પરેશાન? છે તે પણ એક સવાલ છે.