અમદાવાદમાં તંત્ર દ્વારા કરવામાં આવી રહેલા કામને ચાંદલોડિયા વિસ્તારમાં વિરોધના શૂર ઉભા થયા છે. અમદાવાદ ચાંદલોડિયા થી વંદેમાતરમ માં રોડને લઈને છેલ્લા ઘણા સમયથી કામકાજ ચાલી રહ્યું છે. તેના લીધે છેલ્લા 6 મહિનાથી વંદે માતરમ ના વાસીઓ હેરાન થઈ રહ્યા છે. તેના લીધે લોકો દ્વારા તેનો આક્રોશ દાખવવામાં આવી રહ્યો છે.

અમદાવાદના ચાંદલોડિયા થી વંદેમાતરમ નો એક સાઈડનો રોડ છેલ્લા 6 મહિનાથી ખોદેલી હાલતમાં રહેલો છે. એક સાઈડનો 3 કિમી સુધીનો આખો રોડ ખોદેલો હોવાથી લોકો હેરાન થઇ રહ્યા છે. છેલ્લા 6 મહિનામાં અનેક રજૂઆત છતાં રસ્તા નું નિરાકરણ આવતું નથી. તેના લીધે લોકોને ભારે હાલાકી પડી રહી છે.

તેની સાથે વરસાદી સિઝનમાં એક રસ્તો બંધ હોવાથી સાંજના સમયે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે. 6 મહિનાથી રસ્તો ખરાબ હોવાથી રસ્તા પર આવેલી તમામ દુકાન ના ધંધા રોજગાર પણ પડી ભાગ્યા છે. તેની સાથે દુકાનદારો માટે દુકાન ચલાવી પણ મુશ્કેલી બની છે.