ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ, છેતરપિંડી અને હત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની ઘટનામાં ઊછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે વધુ એક છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે.

દાની ડેટા ફૂટબોલ એપ થી લોકો ને કરોડો નો ચૂનો લગાડવાનો બનાવ સામે આવ્યો છે. જે એપ બંધ થઈ જતાં અનેક લોકોના નાણાં ફસાયા છે. એક મહિનામાં ડબલ કરી આપવાની લાલચ આપી હતી. દાની ડેટા એપ ના માધ્યમથી લાખો લોકોને લાલચ આપી રાતો રાત બંધ કરી દીધી હતી. ફૂટ બોલની મેચ પર સટ્ટો રમાડતા હતા. મહિલા વખત રમનાર ને ૧૧૧૧ રૂપિયા આપવામાં આવતા હતા. જેમાં એક વ્યક્તિ ૧૧ લોકો ને જોડતો હતો.

જો કે, આ મામલે ગૂગલ દ્વારાપણ ખતરનાક એન્ડ્રોઇડ એપ્સની ઓળખ કરવામાં આવતી રહે છે અને લોકોને તેમનારંગી ચેતવણી પણ આપે છે. જે આ એપ્સ યુઝર્સના ડિવાઈસમાં જોકર માલવેર ઈન્સ્ટોલ કરવાનું કામ કરે છે. જો તમે પણ તમારા મોબાઈલમાં આવી એપ્સ ઈન્સ્ટોલ કરો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.