ગુજરાતના જામનગરમાં ગઈકાલે રાત્રે ગરબા ઈવેન્ટમાંથી ઘરે પરત ફરી રહેલા લોકોને ઝડપથી આવી રહેલી કાર દ્વારા કચડી નાખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું. 10 અન્ય ઈજાગ્રસ્ત થયા છે. શહેરના બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, જામનગર-લાલપુર રોડ પર ગઈકાલે રાત્રે 1.30 કલાકે અકસ્માત સર્જાયો હતો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, ફૂલ ઝડપે આવી રહેલા ડ્રાઈવર દ્વારા કાર પરનો કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોઈ શકે છે. આ કારણોસર કાર પલટી ગઈ, પરંતુ તે તેમાંથી બહાર નીકળીને ભાગી ગયો હતો.

તેમણે કહ્યું કે મૃતકની ઓળખ આલુ ચરણ (20) તરીકે થઈ છે. ઇજાગ્રસ્તોમાં બે બાળકો પણ સામેલ છે. તેમના જણાવ્યા અનુસાર, તમામ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની હાલત ખતરાની બહાર જણાવવામાં આવી રહી છે. ડ્રાઇવર સામે બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગ કરવા બદલ FIR નોંધવામાં આવી છે.