રાજકોટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં આજે લાઈવ પફ બનાવનાર દુકાન પર રાજકોટ મહાપાલિકા દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરમિયાન રાજકોટ મહાપાલિકા દ્વારા પફના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા લેવામાં આવેલ પફ (પેટી પફ) ના નમુનો ફેલ થયો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી માહિતી મુજબ, પફમા સિન્થેટિક કલર મળી આવ્યો છે. તે લોકોને હાની પહોંચાડી શકે છે. જ્યારે રાજકોટ મહાપાલિકા દ્વારા રાજકોટ ની પેઢી ને એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. હરિયોગી લાઈવ પફ માંથી નમૂના લેવામાં આવ્યા હતા. તેમાં સિન્થેટિક કલર મળી આવ્યો છે.

નોંધનીય છે કે, નિવાસી અધિક કલેક્ટર દ્વારા બટાકા ના મસાલા માં સિનથેટીક કલર મુદે પેઢી ના માલિક ગૌરવ પ્રકાશ રૂપારેલિયાને રૂપિયા 1લાખ નો દંડ ફટકારવામાં આવ્યો છે. પફ અને પાપડી ગાંઠિયા માં કલર મળી આવ્યા બાદ મનપાની કાર્યવાહી કરવામાં આવી છે. ઘીમાં ભેળસેળ કરનારા 2 વેપારીઓ ને દંડ ફટકારવામાં આવ્યો છે.