વિધાનસભાની ચુંટણી બાદ સતત પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવા લાગ્યો છે. બે દિવસ 80 પૈસાનો વધારો થયા બાદ આજે શુક્રવારના પણ ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો 80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ નવો ભાવ વધારો આજ સવારના 6 વાગ્યાથી લાગૂ થયો છે.

પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 97.01 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 97.81 રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યા છે. જ્યારે બીજી તરફ ડીઝલની કિંમત 88.27 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 89.07 રૂપિયા થયો છે.

તેની સાથે અમદાવાદ ડીઝલના ભાવમાં ૮૩ પૈસાનો વધારો થયો છે. જેના લીધે ડીઝલનો ભાવ 91.71 પહોંચ્યો છે. જ્યારે પેટ્રોલ ૮૦ પૈસા વધારો થયો છે. જેના લીધે પેટ્રોલનો ભાવ 97.62 પહોંચ્યો છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા બે દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 1.60 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હવે ત્રીજી વખત 80 પૈસાના વધારા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 2.40 રૂપિયાનો વધારો થયો છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ખુબ જ વધારો થયો છે. તે કારણોસર અત્યારે ડીઝલ કંપનીઓને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લિટર પડી રહ્યું છે. તેની સાથે પેટ્રોલ પણ મોંઘા ભાવે પડી રહ્યું છે.