મોંઘવારીનો વધુ એક ફટકો જનતા પર પડ્યો છે. છેલ્લા ઘણા સમયથી રોકાયેલા પેટ્રોલ-ડીઝલના ભાવ રોકાયેલા હતા. પરંતુ હવે ફરીથી તેના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. એવામાં છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો શરૂ કરવામાં આવ્યો છે. એવામાં આજે અમદાવાદ સહિત દેશમાં આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો છે.

પેટ્રોલ ડિઝલના ભાવ રેકોર્ડ તોડશે. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો કર્યો છે. અમદાવાદમાં પેટ્રોલ શતકને પાર થઈ ગઈ છે. અમદાવાદમાં પેટ્રોલમાં 80 પૈસાનો વધારો થયો છે. જ્યારે ડીઝલ 82 પૈસાનો વધારો થયો છે. શહેરમાં પેટ્રોલ 101.49 જ્યારે ડીઝલ 95.72 એ પહોંચ્યું છે. ગત નવેમ્બર 2021 માં પેટ્રોલ-ડીઝલના ભાવ 106 ને પાર થયા હતા.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ખુબ જ વધારો થયો છે. તે કારણોસર અત્યારે ડીઝલ કંપનીઓને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લિટર પડી રહ્યું છે. તેની સાથે પેટ્રોલ પણ મોંઘા ભાવે પડી રહ્યું છે.