હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચેલા છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ૧૦૦ ની પર પહોંચી ગયા છે. તેમાં પણ છેલ્લા 6 મહિનામાં પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે.

 

છેલ્લા 6 મહિનામાં પેટ્રોલના ભાવ 13.49 રૂપિયા વધ્યો છે. 6 મહિનામાં ડીઝલના ભાવમાં 13.33 રૂપિયાનો વધારો થયો છે. 1 એપ્રિલે પેટ્રોલનો ભાવ 87.64 જ્યારે ડિઝલનો 87 રૂપિયા હતો. આજે પેટ્રોલ 101.13 જ્યારે ડીઝલ 100.35 રૂપિયા છે. રોજ પૈસા માં થતો ભાવ વધારો 6 મહિનો ડબલ ડિજિટ માં પહોંચ્યો છે ભૂતકાળમાં એકસાથે ભાવ વધારો થતો ત્યારે મોટો લાગતો હતો. હવે રોજ પૈસામાં ભાવ વધારો થઈ રહ્યો છે.

 

અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલમાં 101.54 રૂ.પ્રતિલીટરે 34 પૈસાનો વધારો થયો છે. ડીઝલ 100.79 રૂ.પ્રતિ લીટરે 38 પૈસાનો વધારો થયો છે. બે દિવસના બ્રેક બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે.