મોંઘવારીનો વધુ એક ફટકો જનતા પર પડ્યો છે. છેલ્લા ઘણા સમયથી રોકાયેલા પેટ્રોલ-ડીઝલના ભાવ રોકાયેલા હતા. પરંતુ હવે ફરીથી તેના ભાવમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. એવામાં છેલ્લા થોડા દિવસોથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો શરૂ કરવામાં આવ્યો છે. એવામાં આજે અમદાવાદ સહિત દેશમાં આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીકાયો છે.

અમદાવાદમાં પેટ્રોલના ભાવે સદી ફટકારી છે. પેટ્રોલના ભાવ 100 ને પાર થઈ ગયા છે. ડીઝલ કરતા પેટ્રોલ મોંઘું થયું છે. પેટ્રોલના આજના ભાવ 100.70 છે. ડિઝલના ભાવ 94.90 થયા છે. પેટ્રોલમાં 80 અને ડિઝલમાં 83 પૈસાનો વધારો થયો છે. સતત વધતા પેટ્રોલ ડીઝલના ભાવથી પ્રજા પરેશાન છે. ગતકાલના પેટ્રોલના ભાવ 99.90 હતા. જ્યારે ડીઝલના ભાવ 94.07 હતા.

વડોદરામાં પેટ્રોલ-ડીઝલના ભાવમા સતત વધારો થયો છે. પેટ્રોલ 100 ને પાર થયું છે. પેટ્રોલનો ભાવ 100.41 પૈસા એ પહોંચ્યું છે. આજે પેટ્રોલ ના ભાવ મા 47 પૈસા વધી 100 ને પાર થયુ છે. ડીઝલ 94.61 પૈસા પહોચ્યુ છે. આજે ડીઝલ મા 35 પૈસા નો વધારો થયો છે.

યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના લીધે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ખુબ જ વધારો થયો છે. તે કારણોસર અત્યારે ડીઝલ કંપનીઓને ડીઝલ 115 રૂપિયા પ્રતિ લિટર પડી રહ્યું છે. તેની સાથે પેટ્રોલ પણ મોંઘા ભાવે પડી રહ્યું છે.