રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ કાયદો આવ્યા બાદ એક પછી એક અરજીઓ મળી રહી છે ત્યારે સુરતમાં પણ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત અરજી મળી છે. જેમાં સુરતમાં કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત 50 થી વધુ અરજી મળી છે. ગેરકાયદે ઝીંગા તળાવો સામે લેન્ડ ગ્રેબિંગ વચ્ચે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાંથી 25 જેટલી અરજીઓની તપાસણી કરવામાં આવી છે. જેની તપાસણી બાદ અરજી કમિટી ને મોકલી આપવામાં આવી છે. જો કે અરજીમાં કેટલાક મોટા માથા સામે પણ અરજી કરવામાં આવી હોવાનું સૂત્ર દ્વારા જાણ કરવામાં આવી રહી છે. જો કે હવે આ વગદાર લોકો સામેની અરજીમાં કેવો નિર્ણય લેવાશે એના પર સૌની નજર રહી છે.